નામ – સોઢા મિલન માધુભા
ધોરણ – ૫ અ
કરેલ ભલાઇના કામની વિગત-
બાળકના પોતાના જ શબ્દોમાં.......
વિગત
ગયા શિયાળાની વાત છે. મને હજુ પણ યાદ છે. એક દિવસ સાંજના સમયે હું બજારમાં ગયો હતો. બજારનું કામ પતાવી હું મોડી સાંજે ઘેર પરત ફરતો હતો. મારા ઘરની નજીક જ એક આંગણવાડી આવેલ છે. એ આંગણવાડી પાસે તાજા જ જન્મેલા ગલુડીયા મેં જોયા. તેઓ પોતાની આંખ પણ ખોલી શકતા ન હતા. તે ગલુડીયા ઉંવા ઉંવા કરતા હતા. ઠંડી ને લીધે ધુબળતા (ધ્રુજતા) હતા. ભુખ્યા પણ હતા. મને એમની દયા આવી. મેં સ્વેટર પહેરેલ હતું તો પણ ઠંડી લાગતી હતી જ્યારે આ તો ઉઘાડા હતા. મેં તરત જ મારા મિત્રોની મદદથી મારા ઘર પાસે એક ભુંગી બનાવી નાખી જેથી ગલુડીયાઓને ઠંડીથી રક્ષણ મળે. હું અને મારા મિત્રો એ ગલુડીયાઓ અને કૂતરીને ભુંગી પાસે લઇ આવ્યા અને તેમાં રાખ્યા. દૂધ અને રોટલો પણ આપ્યા. શરૂઆતમાં તેમની મા બચ્ચાંઓને મોંથી પકડી જૂની જગ્યાએ લઇ જતી. પણ ત્રણ ચાર દિવસ પછી એ પણ ગલુડીયાની સાથે ભુંગીમાં બેસવા લાગી. આમ એમને ઠંડીથી રક્ષણ મળ્યુ.
અનુભવ
મને આ ભલાઇનું કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો.
No comments:
Post a Comment